રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય, નવલી નવરાત્રિનાં રંગમાં ભંગ પાડશે પણ વરસાદ.

હવામાન સમાચાર ,agahi Gujarat, હવામાન આગાહી ,વરસાદ આગાહી

નવરાત્રીના તહેવારની ખેલૈયાઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એમાં પણ કોવિડ 19 નાં 2 વર્ષ બાદ હવે આ વર્ષે વાજતે ગાજતે નવરાત્રી યોજવા જઈ રહી છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી દીધી છે. હવામાન ખાતાની આગાહી મુજબ 26 સપ્ટેમ્બર થી 5 ઓકટોબર સુધી વરસાદની સંભાવના છે. કદાચ આ વર્ષે મેઘરાજા રંગમાં ભંગ પાડી શકે છે.

આ પણ વાંચો: સોલાર ફેન્સિંગ સહાય યોજના: 15 હજાર ની મળશે સબસિડી, જાણો પૂરી વિગત

રાજ્યમાં હાલ 2 વરસાદી સિસ્ટમ સક્રીય છે. વોલમમાર્ક લો પ્રેશર અને વરસાદી ટર્ફ ની અસરથી ભારે થી અતી ભારે વરસાદ વરસી શકે છે. 17 અને 18 તારીખમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ 15 સપ્ટેમ્બર થી 5 ઓકટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસુ વિદાય લઈ શકે છે. આ વર્ષે નવરાત્રી પણ ચોમાસાના વીદાય ની વચ્ચે આવે છે. આ કારણે નવરાત્રિમાં છૂટો છવાયો વરસાદ પણ વરસી શકે છે.