ikhedut Portal : ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક ખેડૂતોને અનેક પ્રકારના લાભો અને સેવા આપવા માટે i-ખેડૂત પોર્ટલ યોજના 2023 શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારે ખેતી, પશુપાલન, બાગાયત, મત્સ્યોદ્યોગ, જમીન અને જળ સંરક્ષણ માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે.
આ તમામ યોજનાઓ વિશેની માહિતી i-khedut પોર્ટલ પર ઉપલબ્ધ છે અને રાજ્યમાં દરેક ખેડૂત આ આઈ ખેડૂત યોજના નો લાભ મેળવવા માટે આ ઑનલાઇન પોર્ટલ પર અરજી કરી શકે છે.
iKhedut portal ગુજરાત પર તમને ઘણા બધા પ્રકાર ની સેવાઓનો લાભ મળશે જેવી કે ડિલર પાસે ઉપલબ્ધ ક્રુષિ વિષયક સાધન સામગ્રીની વિગતો, કૃષિ ધિરાણ આપનાર બેંક/ સંસ્થાની માહિતી ,અધ્યતન કૃષિ અને સંલગ્ન વિષયક તાંત્રિક માહિતી ,કૃષિ પેદાશોના વિવિધ એ.પી.એમ.સી.ના બજાર ભાવ, હવામાનની વિગતો, ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ, ખેતીની જમીન ખાતાની વિગતો.
ikhedut portal યોજના નો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ આપવાનો છે. આઈ ખેડૂત પોર્ટલ યોજના દ્વારા ખેડૂતો કોઈપણ યોજના માટે સરળતા થી ઓનલાઈન અરજી કરી શકે છે અને અરજીની સ્થિતિ પણ ચેક કરી શકે છે.
ખેડૂતોએ યોજના ના લાભ લેવા કે અરજી કરવા માટે કોઈપણ સરકારી ઓફિસ જવાની જરૂર રહેશે નહીં. તે i khedut 2023 પોર્ટલ દ્વારા કોઈપણ યોજના માટે પોતાની નિશુલ્ક નોંધણી કરાવી શકે છે. ikhedut Portal દ્વારા સમય અને નાણાં બંનેની બચત થશે અને સિસ્ટમમાં ઘણો સુધારો આવશે.
ગુજરાત ikhedut Portal યોજના ના લાભો
➤આ યોજના માટે અરજી કરવા કે લાભ લેવા માટે ખેડૂતે સરકારી ઓફિસ જવાની જરૂર નથી.
➤આનો લાભ રાજ્યના ખેડૂતો કોઈપણ સમયે ઘરે બેઠા ઓનલાઈન યોજના સંબંધિત માહિતી મેળવી શકે છે.
➤આ ઓનલાઈન સુવિધા દ્વારા, જે ખેડૂતો નોંધણી નથી કરાવેલ તે પણ યોજનાઓ માટે અરજી કરી શકે છે.
➤ગુજરાતના દરેક ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે.
➤i khedut 2023 પોર્ટલ હેઠળ ખેડૂતોના કલ્યાણ માટે ઘણી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
ikhedut Portal ની પાત્રતા
➤ખેડૂત અરજદાર ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ.
➤અરજદારનો મુખ્ય વ્યવસાય ખેતી હોવો જોઈએ.
➤ખેડૂત પાસે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે.
➤ખેડૂત પાસે બેંક ખાતું હોવું ફરજિયાત છે.
➤દસ્તાવેજ ચેક કર્યા બાદ જ ખેડૂત ને યોજના નો લાભ મળી શકે છે.
➤તમામ સાચા દસ્તાવેજની વિગતો આપવી આવશ્યક છે.
ikhedut Portal યોજના 2023 માટે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ છે.
➤અરજદારનું આધાર કાર્ડ
➤ઓળખપત્ર
➤બેંક એકાઉન્ટ
➤પાસબુક
➤મોબાઇલ નંબર
➤પાસપોર્ટ સાઇઝનો ફોટો
ikhedut Portal 2023 પર યોજનાઓ
➤ખેતીવાડી ની યોજનાઓ
➤પશુપાલનની યોજનાઓ
➤બાગાયતી યોજનાઓ
➤મત્સ્ય પાલન ની યોજનાઓ
➤ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ
ikhedut Portal પર અન્ય યોજનાઓ
➤આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ
➤ગોડાઉન સ્કીમ – ૨૫% કેપીટલ સબસિડી
➤ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહાયકારી યોજનાઓ
➤સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ
➤ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના
➤ઉપર દર્શાવેલ બધી આઈ ખેડૂત પોર્ટલ યોજના વિશે વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો.
https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme