આગામી પાંચ દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસશે, અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

વરસાદને લઇ  કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં પાંચ દિવસ સામાન્ય વરસાદ રહેશે.

છેલ્લા કેટલાક દિવસથી વરસાદે ગુજરાતમાં વિરામ લીધો છે. હવામાન વિભાગે પણ આગામી પાંચ દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના હોવાનું જણાવ્યુ છે. જો કે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ થવાની સંભાવના છે. તો અમદાવાદ  અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા નહીવત જેવી છે. આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસી પણ રહ્યો છે.

આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ રહેશે

વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં પાંચ દિવસ સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગનું માનીયે તો હાલ રાજ્યમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ રહેશે.

હવામાન વિભાગનું કહેવું છે કે 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આજે ગીરસોમનાથ, દ્વારકા, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે.

બનાસકાંઠા અને ગીર સોમનાથમાં વરસાદ

બનાસકાંઠા જિલ્લાના વડગામમાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠાના વડગામ તાલુકામાં 5 દિવસ બાદ ફરી ધોધમાર વરસાદ વરસ્યો છે.

વડગામના પિલુચા, ધોતા, મોક્તેશ્વર, પાંચડા, સીસરાના સહિતના ગામોમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. બીજી બાજુ ધોધમાર વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.