ગુજરાત બજેટ 2021-22 Live: જાણો બજેટની સંપુર્ણ માહિતિ, કોને શું મળ્યું?

ગુજરાત બજેટ 2021-22 Live

જાણો બજેટની સંપુર્ણ માહિતિ, કોને શું મળ્યું?

નાણામંત્રી નીતિનભાઈ પટેલે આજે વિધાનસભાની અંદર ગુજરાતનું 9મુ બજેટ રજૂ કરી રહ્યા છે. કોરોના મહામારીને કારણે સરકારની આવકમાં ઘટાડો હોવાથી ગુજરાત રાજ્યનું બજેટમાં મહત્તમ વધારો જોવા મળશે નહિ તેવી શક્યતાઓ છે.

વિધાનસભાની અંદર રજૂ કરેલ 2021-22 Live અપડેટ 

➤ શિક્ષણ માટે 32719 કરોડની જોગવાઈ કરી છે.

➤ આદિજાતિ વિકાસ માટે રૂ. 1349 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.




➤ મહિલા અને બાળ વિકાસ માટે રૂ. 3511 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

➤ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રૂ. 652 કરોડની જોગવાઈ કરવામાં આવ્યું છે.

➤ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ. 11323 કરોડની જોગવાઈ 




નાણામંત્રી નીતિનભાઈ પટેલે 2,27,029 કરોડનું બજેટ રજૂ કર્યુ.

➤ ખરાબાની જમીન ખેડૂતોને ભાડા પેટે આપવામાં આવશે.

➤ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન માટે 1500 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

➤ ડાંગને કેમિકલ ફ્રી ઉત્પાદન કરતો જિલ્લો બનાવવાનો ઉદ્દેશ, પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને રૂ. 10,000 કરોડની સહાય આપવામાં આવશે.

➤ ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગમાં રૂ.13034 કરોડની જોગવાઈ




➤ માર્ગ અને મકાન વિભાગ માટે રૂ. 11185 કરોડની જોગવાઈ કરવામાં આવી.

➤ ઉદ્યોગ અને ખાણ વિભાગમાં રૂ. 6599 કરોડની જોગવાઈ કરવામાં આવી.

➤ વેલ શાર્ક ટુરિઝમ સાથે સ્થાનિક રોજગારની નવી યોજના બહાર પાડવામાં આવશે.

➤ અમદાવાદ-સોમનાથ, અંબાજી, સાપુતારા, દ્વારકા અને ગીર ખાતે હેલીપોર્ટ વિકસાવવામાં આવશે.




➤ કોરોના મહામારી ના કારણે સરકાર ની આવક 40% ઘટી

➤ ગિફ્ટ સિટીમાં મૂડી રોકાણ માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી.

➤ ગૃહ વિભાગ માટે રૂ. 7960 કરોડની જોગવાઈ કરવામાં આવી.

➤ 2021-22 નુ 587 કરોડનું પુરાંતવાળું બજેટ.

➤ અમદાવાદ- ગાંધીનગર- સુરત મેટ્રો માટે રૂ. 568 કરોડની જોગવાઈ કરવામાં આવી.




➤ ટેક્ષ્ટાઈલ પોલિસી હેઠળ ઉદ્યોગોને રૂ. 1500 કરોડની સહાયની જોગવાઈ કરવામાં આવી.

➤ કેવડિયાની આસપાસના 50 કી.મી. ની અંદર કમલમ ફ્રૂટ ના બે લાખના વાવેતર માટે 15 કરોડની જોગવાઈ કરવામાં આવી.

➤ રાજ્યમાં બે મેગા ટેક્ષ્ટાઈલ પાર્કનું આયોજન.

➤ જંબુસરમાં બ્લક ટ્રક ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું આયોજન.

➤ રાજકોટમાં મેડિકલ ડીવાઈસ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થપાશે.




➤ સિરામિક હબ: મોરબી, હળવદ જેતપુર, અણિયાળી અને ઘાટીલા માં 70 કી.મી. નો રસ્તો 4 લાઈન કરાશે.

➤ રાજ્યમાં સોલાર રૂપટોપ માટે રૂ. 800 કરોડની જોગવાઈ, 3 લાખ ઘરોને સહાય અપાશે

➤ નવલખી બંદર ખાતે રૂ. 192 કરોડના ખર્ચે નવી જેટ્ટી વિકસાવાશે.

➤ નારગોલ અને ભાવનગર બંદર રૂ. 4800 કરોડના ખર્ચે વિકસાવાશે.

➤ આગામી 5 વર્ષમાં સરકારી કચેરી બોર્ડ કોર્પોરેશન માં 2 લાખ યુવાનોની ભરતી કરાશે.

➤ રાજ્યની વિવિધ યુનિવર્સિટી ખાતે પીએચડી ડિગ્રી માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે રૂ. 20 કરોડની જોગવાઈ.




➤ તમામ ગ્રામ પંચાયતો ના વોટર વર્કસ માટે વિના મૂલ્યે વીજળી માટે 734 કરોડની જોગવાઈ કરવામાં આવી.

➤ સૌરાષ્ટ્રમાં રૂ. 675 કરોડના ખર્ચે પીવાના પાણી માટે 143 કી.મી. ની બલ્ક ની પાઇપ લાઈન નખાશે.

➤ રાજકોટમાં પીપીપી ધોરણે નવું બસ સ્ટેશન અને અન્ય સ્થળો 6 નવ બસ સ્ટેન્ડ બનશે. જેમાં રૂ. 100 કરોડની જોગવાઈ કરવામાં આવી.

➤ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ને અપગ્રેડ કરાશે. જેના માટે રૂ. 87 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

➤ ગુજરાતની ઐતિહાસિક સ્કુલોને હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવશે.

➤ 10 લાખ 95 હજાર નિરાધાર વૃદ્ધોને પેન્શન આપવા માટે રૂ. 1032 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.




➤ ધો 9- 10 માં અભ્યાસ કરતા 6 લાખથી વધુ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રૂ. 549 કરોડની જોગવાઈ કરવામાં આવી.

➤ રાજ્ય સરકારની ઓનલાઇન સેવા, ડેટા રિકવરી સેંટર સ્થાપવા 65 કરોડ ફાળવવામાં આવશે.

➤ ઇ-રિક્ષા દીઠ 40,000 ની સબસિડી અપાશે.





 

આ વખતે બજેટનો હેતુ એ રહેશે કે ગુજરાતમાં પ્રજાનો સર્વાંગી વિકાસ થાય, તેમના પરિવારનો વિકાસ થાય, એનું ધ્યાન રાખવામાં આવશે. સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર સાથે બજેટ બહાર પાડવામાં આવ્યું છે.