આઈ ખેડૂત પોર્ટલ | ખેડૂતલક્ષી યોજના 2021 | મફત ડ્રમ અને બે પ્લાસ્ટિક બાસ્કેટ(ટબ) | Gujarat ikhedut Portal Registration | Khedut Yojana 2021| Khedut Yojana in Gujarati

ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ નાગરિકોના હિત માટે ચાલે છે. જેમાં ઘણી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ બનાવેલ છે. જેવા કે e samaj kalyan poratldigital gujarat portalNSAP Portal તથા ikhedut portal વગેરે ઓનલાઇન પોર્ટલ બનાવવામાં આવેલા છે. જેથી રાજ્યના નાગરિકો Gujarat Government Schemes નો લાભ સરળતાથી મેળવી શકે અને વિવિધ કચેરીઓ સુધી રૂબરૂ જવાથી મુક્તિ મળે.

ગુજરાત રાજ્ય પોર્ટલમાં આઈ ખેડૂત પોર્ટલ પર ઘણી બધી ખેડૂતલક્ષી યોજનાના ઓનલાઇન અરજીઓ થાય છે. રાજ્યના ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન પોતાની ગ્રામ પંચાયત મારફતે કરાવી શકે છે. આઈ ખેડૂત પર નોંધણી કરાવ્યા બાદ ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ તથા મત્સ્યપાલનની યોજનાઓનો લાભ લઇ શકે છે.

હાલ ikhedut Portal પર ચાલતી યોજનાઓ ની માહિતી 

ikhedut Portal Yojana
પશુ ખાણદાણ સહાય યોજના [ikhedut Portal]

પશુ સંચાલિત વાવણીયો યોજના [ikhedut Portal]

ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે યોજના [ikhedut Portal]

યોજનાનો હેતુ

રાજ્યના ખેડૂતોને વિવિધ ઉપયોગ માટે સીધી સાધન સહાય આપવામાં આવશે જેથી લાભાર્થી ખેડૂતો લાભ લઈને ખેતીની આવક વધારી શકે છે. આ khedut yojana અંતર્ગત લાભાર્થી ખેડૂતોને ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ) વિનામૂલ્યે આપવામાં આવશે.

યોજના અન્વયે ખેડૂત નોંધણી માટેની પાત્રતા

આ યોજના અન્વયે i-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ યોજના માટે લાભાર્થી પાસે ખેતીલાયક જમીન હોવી જોઈએ તથા જમીન નોંધણી પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.

યોજના હેઠળ મળવાપાત્ર લાભ

લાભાર્થી ખેડૂત દ્વારા ikhedut portal પર ઓનલાઇન નોંધણી કરાવ્યા બાદ આ સાધન સહાય આપવામાં આવશે. જેમાં ખેડૂતોને વિવિધ ઉપયોગ હેતુથી 200 લિટરનું પ્લાસ્ટિકનું ડ્રમ તેમજ  10 લિટરના બે પ્લાસ્ટિકના ટોકર(ટબ)ની કીટ મફત આપવામાં આવશે.

Drum and Two Plastic Baskets (Tub) Yojana 2021

યોજનાનું નામ ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે
ભાષા ગુજરાતી અને English
ઉદ્દેશ ખેડૂતોની આવક વધારવા માટે
લાભાર્થી નાના અને સીમાંત ખેડૂત ભાઈઓ
સહાયની રકમ મફતમાં 200 ડ્રમ અને 10 લિટરના બે ટબ
માન્ય વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/
અરજી પ્રક્રિયા ઓનલાઈન અરજી i-khedut Portal પરથી
અરજી કરવાની છેલ્લી તારીખ 31/08/2021

 

Free Drum and Two Plastic Baskets (Tub) | ikhedut portal online 2021 | ikhedut portal 7/12 | ખેડૂત હેલ્પ લાઈન

યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

i-khedut portal 2021 દ્વારા તાજેતરમાં વિવિધ સરકારી યોજનાઓના ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનું ચાલુ કરેલ છે. જેમાં આઈ ખેડૂત પોર્ટલ પર આ યોજનાની અરજી માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈશે.

1. આધારકાર્ડની નકલ

2. જમીનના 7/12 અને 8-અ ની નકલ

3. રેશનકાર્ડની નકલ

4. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)

5. દિવ્યાંગ ખાતેદારો માટે દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)

6. સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદાર

7.વન અધિકાર પત્રની નકલ (જો લાગુ પડતું હોય તો)

અરજી કેવી રીતે કરવી

ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે મેળવવા માટે ખેડૂત મિત્રોએ ikhedut online application કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી વિવિધ જગ્યાએથી કરી શકાય.

ખેડૂતલક્ષી યોજનાઓની ઓનલાઈન અરજી માટે ગ્રામ કક્ષાએ VCE મારફતે કરી શકાય.

આ યોજનાની ઓનલાઈન માટે શહેરમાં કે ગ્રામ વિસ્તારમાં ઓનલાઈનની કામગીરી કરતા હોય એમની પાસેથી પણ કરી શકાય.

આ યોજનાની ઓનલાઈન અરજી માટે જો જાણકારી હોય તો ઘરેથી પણ ભરી શકાય છે.

ikhedut Portal Registration Step by Step

કિસાનોને વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે. જેના માટે Government of Gujarat દ્વારા i-ખેડૂત – Web Portal બનાવેલ છે. આ પોર્ટલ  Agriculture, Farmers Welfare & Co-Operation Department થકી બનાવેલ છે. વિવિધ ખેડૂતોની સરકારી યોજનાઓની ઓનલાઈન એન્‍ટ્રી કેવી રીતે કરવી તેની વિગતો નીચ મુજબ જાણીશું.

સૌપ્રથમ Google Search Box માં આઇ ખેડૂત પોર્ટલ સર્ચ કરવું. અથવા આ https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ઓપન કરવી.

ખેડૂત હેલ્પલાઇન નંબર | ખેડૂતના સમાચાર | ikhedut status 2021 | ikhedut portal
Source : Official Website Ikhedut Portal

ઉપર મુજબ સ્ક્રીન ખૂલશે જેમાં યોજનાઓ પર ક્લિક કરવું.

જેમાં વધારાનું નવું પેજ યોજનાઓ માટે સંપર્ક ખૂલશે જેની નોંધ કરીને close કરવાનું રહેશે.

ત્યારબાદ ખેતીવાડી ની યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે.

Source : Official Website Ikhedut Portal

જેના પરિણામ સ્વરૂપે પ્રથમ ક્રમાંક પર ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ) નામની યોજના હશે જેમાં “અરજી કરો” તેના પર ક્લિક કરવું.

હવે ડ્રમ અને બે પ્લાસ્ટિકના ટોકર(ટબ)ની યોજના ખૂલશે જ્યાં “તમે રજીસ્ટર અરજદાર છો” તેનો હા કે ના માં જવાબ આપીને આગળની માહિતી ભરવાની રહેશે.

તમે રજીસ્ટર અરજદારમાં “હા” સિલેકટ કરતાં આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને આગળ અરજીની વિગતો ભરવાની રહેશે. અને જો “ના” પસંદ કરવામાં આવે તો “નવી અરજી કરવા ક્લિક કરો” પર ક્લિક કરો.

જેમાં અરજદારનું નામ, સરનામું, બેંક ખાતાની વિગતો, રેશનકાર્ડની વિગતો, ikhedut 7/12 વગેરે તમામ માહિતી ભરીને “અરજી સેવ કરો”  પર ક્લિક કરવાનું રહેશે.

ikhedut portal online application | khedut yojana gujarat | khedut portal | ikhedut Portal Registration

અરજી સેવા કર્યા બાદ જો અરજીમાં સુધારા-વધારા કરવાના હોય તો “અરજી અપડેટ કરવા ક્લિક કરો” પર જવાનું રહેશે.

લાભાર્થી ખેડૂત દ્વારા ઓનલાઈન અરજી ભર્યા બાદ જો સાચી માહિતી હોય તો જ “અરજી કન્‍ફર્મ કરવા ક્લિક કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે. એકવાર અરજી કન્ફર્મ થયા બાદ તે અરજી નંબર સુધારા વધારા થશે નહિં તેની નોંધ લેવી.

ખેડૂત લક્ષી યોજના 2021 | ikhedut 7/12 | મફત ડ્રમ અને બે પ્લાસ્ટિક બાસ્કેટ(ટબ) |

અરજી કન્‍ફર્મ થયા બાદ લાભાર્થી ખેડૂત દ્વારા અરજીનિ પ્રિન્‍ટ કાઢવાની રહેશે.

અરજીની પ્રિન્‍ટ લેવી ફરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્‍ટ કાઢીને લાભાર્થીએ સહી/અંગૂઠાનું નિશાન કરી અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે અરજી કર્યા તારીખથી દિન-7 માં રજૂ કરવાની રહેશે.

ikhedut portal application form | khedut portal | આઇ ખેડૂત પોર્ટલ । કૃષિવિષયક માહિતી ikhedut Portal Registration

I-khedut portal registration કર્યા બાદ જો ખેડૂત લાભાર્થીએ કચેરીમાં રૂબરૂ આપવા ન જવું હોય તો પ્રિન્‍ટ પર લાભાર્થીએ સહી/સિક્કા કરાવ્યા બાદ “અરજી પ્રિન્‍ટની સહી કરેલ નકલ અપલોડ કરવા ક્લિક કરો” પર ક્લિક કરીને અપલોડ કરવાના રહેશે. તથા લાભાર્થીના અન્ય ડોક્યુમેન્‍ટ અપલોડ કરવા ક્લિક કરો પરથી બીજા ડોક્યુમેન્‍ટ Upload કરી શકાશે.

Scan કરેલ નકલ PDF ફોર્મેટમાં અપલોડ કરવી તેની સાઈઝ 200 kb થી વધવી જોઈએ નહિ.

ikhedut બાબતે ખાસ સૂચના

આઈ ખેડૂત પોર્ટલમાં વર્ષ-2018-19 થી ખેડૂત નોંધણીની રીત બદલાયેલ છે.

નવી રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ઓનલાઈન અરજી કરતી વખતે આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા આપો આપ નક્કી થઈ જશે.

સીધું રજીસ્ટ્રેશન માટે ખેડૂત જમીન ખાતાની વિગતો, બેંક ખાતાની વિગતો, આધારકાર્ડ નંબર તેમજ મોબાઈલ નંબર આપીને રજીસ્ટ્રેશન કરી શકશે. જેની વિગતો નજીકના અધિકારીશ્રીને રજૂ કરવાની રહેશે.

ખેડૂત નોંધણી હોય કે ના  હોય, તો પણ ikhedut portal પર અરજી કરી શકાય છે.

જો તમે khedut registration ધરાવતા હોય અને  હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજૂ આપવાનો રહેશે. જેમાં તમારા Mobile Number ઉપર એક OTP આવશે. તે OTP (One Time Password) નાખ્યા બાદ અરજીમાં ખેડૂતની માહિતી આપો આપ ઓનલાઈન આવી જશે.

જો તમે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવ્યા વગર વર્ષ 2018-19 થી પ્રથમ વખત અરજી કરતા હશો તો Online અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની લાયકાત નક્કી કરવા માટે નજીકની કચેરીમા આધાર નંબરની ઝેરોક્ષ આપવાની રહેશે.

પોતાના નજીક અધિકારીશ્રી દ્વારા તેની ચકાસણી કર્યા બાદ ખેડૂત નોંધણી (Registration) થશે. તે સમયે રજીસ્ટ્રેશનનો મેસેજ આપના મોબાઈલ પર એસ.એમ.એસથી આવશે.

 Ikhedut portal પર અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી.

એકવાર Application Confirm કર્યા બાદ જ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.

જો Bank List માં નામ ન મળે તો નજીકની ખેતીવાડી ઓફિસનો સંપર્ક કરવો.