ખેડૂતો માટે નવી યોજના શરૂ પશુ સંચાલિત વાવણીયો યોજના શરૂ જાણો કોણ અને કેટલો લાભ લઇ શકે.

ikhedut Portal | આઈ ખેડૂત પોર્ટલ | Animal Powered Sowing Scheme

ગુજરાત સરકાર ખેડૂતો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે.  આવી જ એક યોજના પશુ સંચાલીત વાવણીયો ગુજરાતના ખેડૂતો માટે રૂપાણી સરકારે અમલમાં મૂકી છે. આ યોજના ગઈ કાલે શરૂ થઈ છે, કંઈ તારીખ સુધી યોજનાના ફોર્મ ભરાશે ? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે ? અરજી ક્યાં કરવી તમામ માહિતી તમને આ પોસ્ટમાં મળી જશે. તો ચાલો જાણીએ
સહાય કેટલી મળશે?

અનુસૂચિત જન જાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના 50 % અથવા રૂ. 10,000 એ બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર રહેશે

ખેતી કરતા નાના, સિંમાંત મહિલા ખેડૂતો માટે  કુલ ખર્ચ ના 50 % અથવા રૂ. 10,000 એ બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર રહેશે જ્યારે અન્ય ખેડૂતો માટે  કુલ ખર્ચના 40 % અથવા રૂ. 8,000 એ બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણે સહાય મળશે.

સરકારી યોજનાની માહિતી માટે Whats App ગ્રુપમાં જોડાવા અહીંયા ક્લિક કરો
નાના, સિંમાંત મહિલા અનુસુચિત જાતિ અને જનજાતિના ખેડૂતો માટે કુલ ખર્ચ ના 50 % અથવા રૂ. 10,000 એ બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર રહેશે અને અન્ય ખેડૂતો માટે કુલ ખર્ચના 40 % અથવા રૂ. 8,000 એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

ikhedut Portal Yojana
પશુ ખાણદાણ સહાય યોજના [ikhedut Portal]

પશુ સંચાલિત વાવણીયો યોજના [ikhedut Portal]

અરજી કરવા માટે જરૂરી પુરાવા

આધાર કાર્ડની નકલ
બેંક ખાતાની નકલ
7/12, 8 અ ની નકલ
રેશનકાર્ડ ની નકલ
મોબાઈલ નંબર
યોજના માટેના ફોર્મ ભરવાની અગત્યની તારીખો 

તા 03/09/2021 થી 02/10/2021 સુધી આ યોજનાના ફોર્મ ઓનલાઈન ભરી શકશો.

અરજી ક્યાં કરવાની રહેશે? 
દરેક ખેડૂતોએ ગ્રામપંચાયત કચેરીએ જઇને VCE દ્વારા ઓનલાઇન અરજી કરારવાની રહેશે. અથવા તો જાતે પણ મોબાઈલ ફોન દ્વારા અરજી કરી શકો છો. અરજી કરવા માટેની લીંક ikhedut Portal  

This image has an empty alt attribute; its file name is SADFRYT.gif

ખરીદી ક્યાંથી કરવાની રહેશે?

ખાતા દ્વારા એમ્પેનલ કરેલ હોય તે કિસ્સામાં ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.