ખેડૂતો માટેની સ્માર્ટફોન યોજનાની સહાયમાં ગુજરાત સરકારે કર્યો ધરખમ વધારો

ikhedut Portal | આઈ ખેડૂત પોર્ટલ | ખેડૂતલક્ષી યોજના 2022 | Gujarat ikhedut Portal Registration | Khedut Yojana 2022| ikhedut Yojana in Gujarati

  • ખેડૂતો માટેની સ્માર્ટફોન યોજનામાં કરાયો સુધારો
  • ખેડૂતોને 40 ટકા રકમ અથવા વધુમાં વધુ 6 હજાર રૂપિયા સુધી સહાય મળશે 
  • અગાઉ 10 ટકા સહાય અને 1500 રૂપિયા સુધી સહાય મળતી હતી

સમગ્ર દેશ અને વિશ્વ ટેક્નોલોજી સાથે આગળ વધી રહ્યા છે.ત્યારે ગુજરાતનો ખેડૂત પણ દેશ અને વિશ્વ સાથે જોડાયેલો રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.ખેડૂતોને ટેક્નોલોજી સાથે જોડવા માટે રાજ્ય સરકારે સ્માર્ટફોન ખરીદીમાં સહાયની રકમમાં મોટો વધારો કર્યો છે.

10 ટકાથી વધારી 40 ટકા સહાય કરી

કૃષિ વિભાગે સ્માર્ટ ફોનની ખરીદીમાં સહાય 10 ટકાથી વધારી 40 ટકા કરી છે.ખેડૂતોને 15 હજારની કિંમત સુધીના ફોનની ખરીદીમાં સરકાર મદદ કરશે.કિંમતના 40 ટકા અને વધુમાં વધુ રૂપિયા 6 હજાર સુધીની સહાય ખેડૂતોને મોબાઈલ ખરીદી પર આપવામાં આવશે.આપને જણાવી દઈએ કે, પહેલા 15 હજાર રૂપિયાના મોબાઈલની ખરીદી પર 10 ટકાની સહાય મળતી હતી.જે બાદ  કૃષિ વિભાગે સહાય વધારવા નાણાં વિભાગની મંજૂરી માંગી હતી.
જે બાદ સહાય આપવાની મંજૂરી પણ મળી ગઈ હતી પણ હાલ સરકારે લેખિત પરિપત્ર બહાર પાડી સહાય વધારાની જાહેરાત કરી છે. જો ખેડૂત 15000નો ફોન વસાવે તો સરકાર 6 હજાર અપાશે જયારે બાકીના 9 હજાર ખેડૂતને માથે ભોગવવાના આવશે.

શું છે યોજના?

ગુજરાતના ખેડૂતોને લઈ સીએમ ભૂપેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો હતો. ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કરવા માટે સહાયની જાહેરાત કરવામાં આવી હતી. ખેડૂત ખાતેદારમાં નોંધણી હોય તેવા પરિવારમાંથી એક ખેડૂતને મોબાઇલની ખરીદી પર 6000 રૂપિયા સુધી સહાય અપાશે. સરકારે તૈયાર કરેલી ‘નો યોર ફાર્મર’ યોજના થકી ખેડૂતો મોંઘા ફોનની ખરીદી કરી શકશે જેનું વ્યાજ સરકાર ભોગવશે, આ માટે કોઓપરેટિવ બેન્ક ખેડૂતોને ધિરાણ આપશે અને હવે સહાયની જાહેરાતથી દરેક ખેડૂત માટે સ્માર્ટ ફોન વસાવવો સહેલો બનશે.

40 ટકા સહાય કે 6000 રૂપિયામાંથી જે ઓછુ હશે તે સહાય અપાશે

આ માટે સરકારે નિયમ પણ રાખ્યો છે કે એક જ ખાતેદારને આ સહાયનો લાભ મળશે તેમજ 40 ટકા સહાય કે 6000 રૂપિયામાંથી જે ઓછુ હશે તેની જ ચુકવણી કરવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. મહત્વનું છે 1 લાખ ખેડૂતોને ધિરાણ પર ફોન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, ખેડૂતો ફોન થકી ખેતી સંબંધિત માહિતી મળી શકે તેમજ ફોન વડે ખેતીને લગતી ફરિયાદ અને યોજનાઓ અંગેની માહિતી મેળવી શકશે.

કોઓપરેટિવ બેન્ક ખેડૂતોને આપશે ધિરાણ

રાજ્ય સરકારે ખેડૂતો માટે ખાસ યોજના લઈને આવી રહી છે, જેમાં 15 હજાર સુધીના કિંમતનો ફોન હવે ખેડતો સહેલાઈથી ખરીદી શકશે, જેમાં વ્યાજ વિના  ફોન ખરીદવા માટે સરકાર ધિરાણ આપશે, આ ધિરાણ કોઓપરેટિવ બેન્કો પાસેથી આપવામાં આવશે, એટલું જ નહીં ધિરાણ પરનુ વ્યાજ પણ સરકાર જ ભોગવશે. સાથે જ 6000 રૂપિયાની સહાય પણ મળશે.સરકારે ખેડૂતો માટે ‘ નો યોર ફાર્મર’ યોજના લઈને આવી છે જેમાં ઝીરો ટકા વ્યાજ ખેડૂતોએ ભોગવવાનું રહેશે, એટલે કે ધિરાણ પરનું વ્યાજ સરકાર ભોગવશે, સરકાર ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી માટે ધિરાણ આપશે.આ ધિરાણ કોઓપરેટિવ બેન્ક તરફથી આપવામાં આવશે અને જેનું વ્યાજ સરકાર ભોગવશે. સહાયની રકમ પણ સરકાર ભોગવશે. પણ સહાયની રકમ 40% એટલે કે 6000 સુધીની કરવા કૃષિ વિભાગે નાણાં વિભાગની મંજૂરી માંગી છે.