સાબુદાણા ની ખેતી અથવા બનવાની રીત

સાબુદાણા ની ખેતી અથવા બનવાની રીત જાણો 
May be an image of tree

સાબુદાણા તો દરેક લોકો ઉપવાસ માં ખાતા જ હોય છે. ઉપવાસ માં ઘણા લોકો સાબુદાણા ખાવાનું ખુબ જ પસંદ કરે છે. ઉપવાસ માં દરેક ઘર માં સાબુદાણા ની ખીચડી અને ખીર બનતી હોય છે.


સાબુદાણા એક એવી ફરાળી વસ્તુ છે જેમાંથી વ્રતમાં સૌથી વધારે વસ્તુ બનાવી શકાય છે. ખીચડી, ખીર, વડા, નમકીન, પાપડ વગેરે વ્રતમાં ખુબ જ પસંદ કરવામાં આવે છે.એને સૌથી શુદ્ધ માનવામાં આવે છે.

ભારતીય લોકો વ્રતમાં સાબુદાણા માંથી બનેલી વસ્તુનો ઉપયોગ ઘણા વર્ષોથી કરતા આવે છે. પરતું શું તમે જાણવા માંગો છો કે વ્રતમાં સૌથી શુદ્ધ માનવામાં આવતા સાબુદાણા કઈ વસ્તુમાંથી બને છે? સાબુદાણા બનાવવાની પ્રક્રિયા કઈ છે? શું તે અનાજમાંથી બને છે?


સાબુદાણા કોઈ અનાજમાંથી નથી બનતા, પરતું સાગો પામ નામના ઝાડના મૂળમાંથી બને છે. સાગો તાડની જેમ જ એક વૃક્ષ હોય છે. એ મૂળરૂપથી પૂર્વ આફ્રિકાનો છોડ છે.


આ વૃક્ષનું મૂળ મોટું થઇ જાય છે અને એની વચ્ચેના ભાગને પીસીને પાવડર બનાવવામાં આવે છે. એ પછી આ પાવડરને ચાળીને ગરમ કરવામાં આવે છે કારણકે એના દાણા બની શકે. સાબુદાણાના નિર્માણ માટે એક જ કાચો માલ છે “ટેપિઓકા રૂટ” જેને આંતરરાષ્ટ્રીય સ્તર પર “કસાવા” ના રૂપમાં ઓળખવામાં આવે છે. કસાવા સ્ટાર્ચને ટેપિઓકા કહેવામાં આવે છે.


No photo description available.

ભારતમાં સાબુદાણા ટેપિઓકા સ્ટાર્ચથી બનાવવામાં આવે છે. ટેપિઓકા સ્ટાર્ચને બનાવવા માટે કસાવા નામના કંદનો ઉપયોગ કરવામાં આવે છે, જે એકદમ શક્કરીયા જેવા હોય છે. એને મોટા મોટા વાસણોમાં કાઢીને આઠ દસ દિવસ માટે રાખવામાં આવે છે અને દરરોજ એમાં પાણી નાખવામાં આવે છે.

આ પ્રક્રિયાને 4-૬ મહિના સુધી વારંવાર કરવામાં આવે છે. એ પછી બનતી ગોળીને કાઢીને મશીનોમાં નાખી દેવામાં આવે છે અને આવી રીતે સાબુદાણા પ્રાપ્ત થાય છે, જેને સુકવીને ગ્લૂકોજ અને સ્ટાર્ચથી બનેલા પાવડરની પોલીશ કરવામાં આવે છે અને આ રીતે સફેદ મોતીઓ જેવા દેખાતા સાબુદાણા બજારમાં આવવા માટે તૈયાર થઇ જાય છે.


કસાવા મૂળ રૂપથી બ્રાજીલ અને આસપાસના દેશનો છોડ છે. અમુક લોકોનું માનવું છે કે ભારતમાં સાબુદાણા બનાવવાની પ્રક્રિયા ખુબ જ ગંદી છે. એને પગથી મસળવામાં આવે છે, પરતું હવે એવું નથી, હવે પૂરી રીતે મશીનમાંથી સાબુદાણા બનાવવામાં આવે છે.

ભારતમાં તમિલનાડુના સેલમ જીલ્લામાં કસાવાની સૌથી વધારે ખેતી થાય છે. તમિલનાડુના સેલમમાં સૌથી વધારે ટેપિઓકા સ્ટાર્ચના પ્રોસેસિંગ પ્લાન્ટ પણ છે. કસાવા છોડનો મૂળ આરંભ દક્ષીણ અમેરિકામાં થયો હતો. જયારે ભારતમાં ૧૯૪૩-૪૪ માં સૌથી પહેલા સાબુદાણાનું ઉત્પાદન અત્યંત નાની જગ્યા પર થયું હતું.


ટેપિઓકાની જડથી દૂધ કાઢીને, ગાળીને અને દાણા બનાવીને એક કુટીર ઉદ્યોગના રૂપમાં એને બનાવવાની પ્રક્રિયાની શરૂઆત થઇ.

સાબુદાણા જલ્દી પચતા હોવાથી હળવા અને પૌષ્ટિક પણ હોય છે.

એમાં કાર્બોહાઈડ્રેટ ઘણી માત્રામાં હોય છે અને કેલ્શિયમ અને વિતામિન્ન-સીની અમુક માત્રા પણ રહેલી હોય છે. એ જ કારણે વ્રતમાં આમાંથી બનેલી વસ્તુનું ચલન વધતું ગયું છે.


જયારે પહેલા ખીર, ખીચડી બનતી હતી અને હવે પાપડ, નમકીન, ભેળ અને બીજા ઘણા પ્રકારની વસ્તુ પણ બનવા લાગી છે, જેને વ્રતધારી લોકો ખાય છે