લાલ કિલ્લાના અરાજક તત્વોને કડક સજા થવી જોઇએ?

26 જાન્યુઆરી 2021ના દિવસે ભારતીય લોકશાહી માટે શરમજનક કહી શકાય એવી ઘટના બની. દિલ્હીમાં ટ્રેકટર પરેડ કરી રહેલા ખેડૂતોનું એક જુથ લાલ કિલ્લા ઉપર પહોંચ્યુ. આ બાદ જે સ્થળે સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશના વડાપ્રધાન ત્રિરંગો લહેરાવે છે એ જગ્યાએ જ લોકો એકઠા થયા. જેમાંથી જે યુવાનો રાષ્ટ્રધ્વજ લહેરાવાય છે એ થાંભલા ઉપર ચડ્યા અને તેઓએ અહીં રાષ્ટ્રધ્વજને બદલે બીજા ધ્વજ લહેરાવ્યા.

જેમાં એક ધ્વજ શીખ ધર્મનો હતો અને બીજો ધ્વજ કિસાન આંદોલનનો હતો. એક તરફ દિલ્હીના જ રાજઘાટ ઉપર પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઇ રહી હતી અને બીજી તરફ દેશની શાન સમા લાલ કિલ્લા ઉપર ‘પ્રજા’ દ્વારા પોતાને આપેલ ‘સત્તા’નો દુરઉપયોગ થયો.

છેલ્લા બે મહિનાથી શાંતિથી ચાલી રહેલ ખેડૂત આંદોલનમાં ભાગ લઇ રહેલ લાખો ખેડૂતો કેટલાક અરાજક તત્વોના આ એક કૃત્યના કારણે શરમજનક સ્થિતિમાં મુકાયા છે.

લોકશાહી એટલે લોકોનું શાસન..લોકો પોતાનો નેતા નક્કી કરી શકે અને જરૂર પડે ત્યારે એ જ નેતા કે સરકાર સામે વિરોધ પણ નોંધાવી શકે. લોકશાહીમાં સત્તા સામે વિરોધ નોંધાવવાનો અધિકાર પણ નાગરિકોને આપવામાં આવ્યો છે. પ્રજાસત્તાક દિવસે નિકળેલી ટ્રેકટર પરેડને સરકાર દ્વારા જ મંજુરી આપવામાં આવી હતી.

3
આપ આ મુદ્દે શું વિચારો છો

લાલ કિલ્લાના અરાજક તત્વોને કડક સજા થવી જોઇએ?

જોકે, વિરોધના આ અધિકારનો અર્થ એ નથી કે દેશની શાન ગણાતા લાલ કિલ્લા ઉપર જ ત્રિરંગાનું અપમાન થાય. જે લોકો આ કૃત્યમાં સંકળાયેલા છે તેઓને કડક સજા થાય એવી માંગ ઉઠી છે. આપ આ મુદ્દે શું વિચારો છો એ અંગે અમને જણાવી શકો છો. આપ આ મુદ્દે અભિપ્રાય આપી શકશો.