બટાકાના ભાવ | ડીસા બટાકાના ભાવ | આજના બટાકાના ભાવ | બટાકાના ભાવ 3 વર્ષને તળિયે ગત વર્ષ કરતા 50% સસ્તા

રવિ પાકો પ્રોત્સાહક રહેતા ઉત્પાદક અને વપરાશ વિસ્તારોમાં બટાકાના ભાવ 50 ટકા તૂટીને હાલ 5-6 રૂપિયા પ્રતિ કિગ્રાના ભાવે વેચાઇ રહ્યા છે.

સરકારી આંકડાઓમાં આ માહિતી મળી છે. અલબત્ત, હાલ મોંઘવારીના માર લોકોને ભોજન માટે સૌથી મહત્વપૂર્ણ શાકભાજી અત્યંત નીચા ભાવ ઉપલબ્ધ છે

પરંતુ બટાકા ઉત્પાદક ખેડૂતોની માટે ઉત્પાદન ખર્ચ જેટલુ વળતર મેળવવુ પણ મુશ્કેલ બન્યુ છે.
ગુજરાતઅને બિહારના 6 મુખ્ય બટાકા ઉત્પાદક પ્રદેશોમાંથી 25 સ્થલે તેના જથ્થાબંધ ભાવ 20 માર્ચના એક વર્ષ પૂર્વેની તુલનાએ 50 ટકા ઘટી ગયા છે.
ઉત્તર પ્રદેશની સંભલ અને ગુજરાતની ડીસા મંડીઓમાં બટાકાના ભાવ ત્રણ વર્ષના સરેરાશ ભાવથી નીચે એટલે કે 6 રૂપિયા પ્રતિ કિગ્રાના સ્તરે જતા રહ્યા છે.  

અન્ય રાજ્યોમાં તેના ભાવ 10 રૂપિયા પ્રતિ કિગ્રા તથા જથ્થા મંડીઓમાં 23 રૂપિયા પ્રતિ કિગ્રા બોલાઇ રહ્યા હતા.
ગ્રાહક બાબતોન સચિવ લીના નંદને કહ્યુ કે, અમે ગ્રાહક પક્ષ તરફથી કિંમતો પર નજર રાખી રહ્યા છીએ. ચાલુ વર્ષે બટાકાનો પાક ઘણો સારો છે. મંડીઓમાં આવક ભરપૂર છે અને છુટક ભાવ ગ્રાહકોની દ્રષ્ટિએ સારા છે. જો કે ખેડૂતોને તેમના પાકનું પુરતુ વળતર મળી રહ્યુ નથી.