પીએમ કિસાન

પીએમ કિસાન: 32 લાખ લાભાર્થીઓને

નહિં મળે હવે પછીનો હપ્તો

ખેડૂતોને પ્રતિ વર્ષ રૂ.6 હજાર આર્થિક સહાય આપતી પીએમ કિસાન યોજનાના નિયમો દિવેસ દિવસે કડક બનતા જાય છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં સરકારની તપાસમાં દેશભરમાંથી 32 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય સાબિત થયા છે.આ લાભાર્થીઓ દ્વારા કોઇના કોઇ રીતે નિયમોનું ઉલ્લઘન કરીને પીએમ કિસાન યોજનાનો લાભ લેવામાં આવી રહ્યો હતો. આવા લાભાર્થીઓને હવે આગામી હપ્તો ન પણ મળે એવી સંભાવના છે.આ સાથે હવે પછીની નવી અરજીઓ માટે ખેડૂત ખાતેદાર તરીકેના નિયમો પણ સરકાર કડક બનાવવા જઇ રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે જે વ્યક્તિનું 7-12 અને 8-અ જેવા દસ્તાવેજોમાં નામ હશે એ ખેડૂતને જ આ યોજનાનો હવે પછી લાભ મળશે. પિતા અથવા દાદાના નામ ઉપર લાભ લેતા લાભાર્થી અયોગ્ય ગણવામાં આવશે. જોકે, આ બધા નવા નિયમ નવી અરજી કરનાર ખેડૂતોને જ અમલી થાય એવી સંભાવના છે.
Name of Scheme PM Kisan Samman Nidhi Yojana
Target Beneficiaries All farmers


Benefits Under the Scheme Rs. 6000 to be given in 3 installments of 2000 each
Official Portal https://www.pmkisan.gov.in
Sponsored by Central Government
Run & Implemented by Ministry of Agriculture & Farmers Welfare, Govt. of India
PM Kisan Helpline No. 155261 / 1800115526 (Toll Free), 0120-6025109
PM Kisan Helpline Email-ID pmkisan-ict@gov.in